| - મંદિરની દક્ષિણ – પશ્ચિમ તરફની જગ્યા જમીન લેવલથી રીટેઈનીંગ વોલ લઈ પુરાણ કરી મંદિરના ચોક લેવલથી ૧-૦ ફુટ ઉચે રહે તે રીતે હવનશાળા બનાવવામાં આવેલ છે. - હવનશાળામાં એક મુખ્ય કુંડ અને છ નાના કુંડ એમ સાતકુંડ બનાવવામાં આવેલ છે. અને દરેક કુંડ ફરતે ઓછામાં ઓછી ૮'-0×૮'-૦ ની ખુલ્લી જગ્યા રાખેલ છે કે જેથી હવનમાં બેસનાર યાત્રિક તથા તેમના કુટુંબનો પણ સમાવેશ થઈ શકે. - હવનશાળાની આજુબાજુ ખુલ્લો ચોક રહે તેમજ તે ખુલ્લા ચોક નીચે અંબાજી ગામનો બજાર તરફ જતો રોડ હોઈ ત્યાં ૨૧ દુકાનો બનાવવામાં આવેલ છે. જેથી ભવિષ્યમાં અંબાજી મંદિરને આવકનું સ્ત્રોત રહે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું દબાણ થાય નહીં. - હવનશાળાનું કુલ માપ ૨૦ મીટર × ૯.૫૦ મીટરનું છે. આ આયોજનથી દુકાનોના ઉપરના ભાગે વધારોનો ચોક ખુલ્લો રહે છે. તેની ફરતે આવેલ પેરાપેટની ડિઝાઈનમાં બેઠક વ્યવસ્થા અને ફ્લાવરીંગ બેડ બનાવવામાં આવેલ છે તથા પીવાના પાણીની પરબ બનાવેલ છે. - માતાજીની ધાર્મિક વિધિઓ કરવા માટે હવનશાળા, માતાજીની ગાદી તરફ આવતા યાત્રાળુ ઓ સહેલાઈથી આવી શકે તે હેતુથી મંદિરની દક્ષિણ બાજુએ ચાચર ચોકમાં યાત્રિકો સીધા પ્રવેશી શકે તે માટે પ્રવેશધ્વાર તથા સીડી બનાવવામાં આવેલ છે. - સીડી ઉપર બંસી પહાણપુર પથ્થરમાંથી દેવી-દેવતાઓના સ્વરૂપ ધરાવતી મૂર્તિઓ સહિત ૧૫'–૦ ×૨૫'-૬ ની સાઈઝ ધરાવતો ગેટ બનશે. જેમાં પિત્તળનો ડેકોરેટીવ દરવાજો લગાડવામાં આવશે. - તદ્દઉપરાંત સીડીની બાજુમાં ચોકમાં એવી રીતે ગેપની રચના કરેલ છે કે જેથી ઉપરથી કચરો નાંખવામાં આવે તો સીધો પોડીયમમાં ઉભુ રાખેલ ટ્રેક્ટરમાં પડે. જેથી કચરાનો તાત્કાલિક નિ કાલ થઈ શકે. - હવનશાળા તૈયાર કરવામાં કુલ રૂ.૭૦.૦૦ લાખનો ખર્ચ થયેલ છે. |
All rights Reserved. Copyright @ 2023 ◊ SAAMDT ◊ Powered by 8webcom.com



