|
અંબાજી મંદિરથી બિલકુલ નજીકની પુર્વ દિશામાં પૌરાણિક માન સરોવર આવેલું છે. માનસરોવર વિશે પણ લોકો પવિત્ર આસ્થા ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચૌલકર્મ એટલે બાબરી ઉતારવાની વિધી અહીં કરવામાં આવી હોવાની દંતકથા છે. આજે પણ ગુજરાત ભરવમાંથી લોકો નાના અદ્દભૂત આનંદ અનુભવે છે.
સદરહું માન સરોવરનું જીર્ણોધ્ધાર કરવાનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ધ્વારા નક્કી કરવામાં આવ્યું. માન સરોવર વિકાસ માટે હયાત જગ્યાનું સર્વે કરી શ્રી અર્થ ફાઉન્ડેશન, અમદાવાદ ધ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કામોનો સમાવેશ કરવામાં આવ્યો.
મુખ્ય પ્રવેશધ્વાર
હયાત માન સરોવરમાં પ્રવેશ કરવાનો ગેટ નાનો હોઈ મુખ્ય રોડ ઉપરથી ૨૦’ ફુટની પહોળાઈ ધરાવતા બંન્ને બાજુ ડેકોરેટીવ છત્રીઓ સહિતનો ગેટ બનાવવાનું કામ.
માનસરોવર કુંડ
માન સરોવરમાં ઉતરવાના હયાત પગથિયા ઉપર ડેકોરેટીવ માર્બલ, જેસલમેર વિગેરે પથ્થરમાંથી ફ્લોરીંગ કરી મઢવાનું કામ અંદાજે ૪૦,૦૦૦ ચો.ફુટ, કુંડ ફરતે સ્ટેનલેશ સ્ટીલની ૧મી. ઉંચાઈની રેલીંગ બનાવવામાં આવેલ છે.
માનસરોવરના મંદિરો
મંદિરો અતિપ્રાચિન હોઈ તેની શૈલી જાળવી રાખી રંગ રોગાન કરી તેમને ફરતે માર્બલ ફ્લોરીંગવાળા ઓટલા બનાવવામાં આવે છે.
ચૌલક્રિયા ભવન
બંસી પહાણપુર પથ્થરમાંથી કલાત્મક કોતરણી કરી ચૌલક્રિયા ભવન બનાવવામાં આવેલ છે.
લેન્ડ સ્કેપિંગ
આજુબાજુની જગ્યામાં અંદાજે ૫૦૦૦ ચો.ફુટમાં ગાર્ડન ડેવલપ કરવાનું કામ
માનસરોવર હોલ
માનસરોવર સંકુલમાં બાબરી માટે આવનાર યાત્રિકો માટે ૫૦’×૩૦’ ફુટનો હોલ, સ્ત્રી/ પુરૂષો માટેના બાથરૂમ, શૌચાલય, તથા પીવાના પાણીની સગવડ ધરાવતું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે.
માનસરોવર સંકુલ
માનસરોવર ફરતે આવેલ કંમ્પાઉન્ડ વોલ તથા જુની ધર્મશાળાઓની દિવાલો પર રીપ્લાસ્ટરીંગ તથા નવીન કલરકામ કરી માન સરોવરના અંદરના ભાગને સુંદર બનાવવામાં આવેલ છે. તેમજ માન સરોવર કુંડના ઉપર ના ભાગે આકર્ષક રબર મોલ્ડેડ પેવર બ્લોક લગાવી ફલોરીંગ ડેકોરેટીવ કરવામાં આવેલ છે.
સદરહુ કામગીરી પૂર્ણ થયેલ છે. આ કામ પાછળ અંદાજે રૂ. ૧૦૫.૭૨ લાખ જેટલો ખર્ચ થયેલ છે. તમામ કામગીરી ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આર્થિક સહયોગથી કરવામાં આવેલ છે. |