|
આંબાલસારા :
સભામંડપના નંગ–૪ તથા નૃત્યમંડપના નંગ-૪ આંબલસારા માટે સૌપ્રથમ તાંબાનું ખોળુ બનાવી તેના ઉપર સોનાના વરખ ચઢાવવામાં આવેલ છે. આ કામમાં લોક ભાગીદારીથી ૧૫૧ દાતા ધ્વારા ૪૦ ગ્રામ લેખે ૬.૦૪ કિલોગ્રામ સોનું મેળવવામાં આવ્યું છે. આ કામમાં ધાર્મિક વિધિ સહિત તેમજ તાંબાનું ખોળુ બનાવી વરખ ચઢાવવાના કામ સહિત રૂ. ૯.૩૦ લાખનો ખર્ચ શ્રી આરાસુરી અંબાજી માતા દેનસ્થાન ટ્રસ્ટ ભોગવશે.
ધ્વજદંડ :
અંબાજી મંદિરમાં મુખ્ય શિખર ઉપર તાંબાની ૭ ઈંચ પાઈપ ધરાવતો તથા ૨૮.૫ ફુટ લંબાઈ ધરાવતો ધ્વજદંડ બનાવી તેની ઉપર સોનાનો વખ ચઢાવવામાં આવેલ છે. લોક ભાગીદારીથી ૩૧ દાતાઓ ધ્વારા ૧.૨૪૦ કિલોગ્રામ સોનું મેળવવામાં આવ્યું છે. આ કામમાં ધાર્મિક વિધિ સહિત તંબાની પાઈપ, ધ્વજદંડની પાટલી, ડેકોરેટીવ રીંગો, સીસમનું લાકડુ વિગેરે સહિતનો ૪.૪૨ લાખનો ખર્ચ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ભોગવશે.
|